Wednesday, February 11, 2015

મનુષ્ય ( Humans)

મનુષ્ય પૃથ્વી પર માત્ર એવા જીવ છે કે જે તેમના બાળકો ને પાછા ઘરે આવવાની પરવાનગી આપે છે.
 Human beings are the only creatures on the earth that allows their children to come back home.

Friday, September 28, 2012

આશ્વાશનના શબ્દો ( Praying Lips )

આશ્વાશનના શબ્દો કરતા મદદ આપવા લંબાવેલા હાથ વધુ સારા.

Helping Hands are Better than Praying Lips

Sunday, September 23, 2012

ભૂખ (Hunger)

પ્રશ્નો તો રહેવાના જ.
સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે?
ગરીબ લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?

There will always be questions in life.
Rich have question "What to do to feel hungry.?"
Poor have question "we feel hungry what to do?"

પ્રેરણાદાયી વાક્ય (Inspiring Sentence)



સૌથી પ્રેરણાદાયી વાક્ય. "હું કદાચ ધીમે ધીમે ચાલતો હોઇશ, પરંતુ હુ કદી પાછા પગલા નથી ભરતો. ને જો હું પાછા પગલા ભરતો હોઇશ તો હું લાંબી ફાળ ભરવાની તૈયારીમાં હોઇશ.

The most inspiring sentence."I may be walking slowly but i never walks backwards & if I walk backwards I am preparing for a long jump."

Friday, September 21, 2012

સારો જવાબ ( Best Answer )

 મુર્ખાઈ ભર્યા પ્રશ્નો માટે માટે મૌન એ સૌથી સારો જવાબ છે અને કપરા સમય માટે સ્મિત એ સારો જવાબ છે.

SILENCE is the best answer for all stupid questions and SMILE is the best reaction in all critical situations.

Thursday, September 20, 2012

ડાહ્યો માણસ (Wise Man)

પ્રશ્ન:bડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો.

Question: What is the definition for wise person.
One who has long ears, big eyes and short tongue is the wisest person.

Saturday, October 22, 2011

સાચો ખજાનો (Real treasure)

આપણો સાચો ખજાનો તો મિત્રો અને પરીવાર છે. -: ફીલ્મ ટોય સ્ટોરી-૨

Real treasures are your friends and family - Movie Toy story 2

Monday, July 4, 2011

જીંદગી (LIFE)

જીંદગી જિવવા લાયક ત્યારે જ બને છે જ્યારે કોઇ બાળક આપણને પ્રેમ કરે. -: ફીલ્મ ટોય સ્ટોરી-૨

Life is only worth living if it is loved by a kid -: Movie Toy story2

Sunday, February 6, 2011

એક ક્ષણ ( One moment )

જીવનની એક ક્ષણ કેવી એના પછીની હજારો ક્ષણને બદલી નાખે છે.

-: ફિલ્મ: હાવ શી મુવ્સ.

Its funny isn't it ? How one moment change million after it.
-: Movie "How she moves"

ડર ( Fear )

ડર ક્યારેક અપૂર્વ ઉત્તેજક બને છે.
-:ગેટાફિક્સ ( એસ્ટેરિક્સ અને જાદુઇ શેતરંજી )

Fear is sometimes remarkable stimulus.
-: Getafix ( Astrix and the Magic Carpet )

Wednesday, January 26, 2011

ડર અને નીડરતા ( Fear and Courage)

ડર આપણને નીડર બનાવે છે. સાચી નીડરતા ડરને દૂર કરવામાં છે.
-: એસ્ટેરિકસ એન્ડ વાયકિંગ્સ ( ફ્રાન્સની એક કોમિક બુક )

Fear is what makes us brave. Real courage is when you overcome your fear.
-: Asterix and the Vikings

Monday, January 24, 2011

ફિલસુફ ( Philosopher)

બાળક આપણનેનિર્દોષ બનાવે, સ્ત્રી આપણને કવિ બનાવે ,
પણ સાસુ-સસરાઆપણને ફિલસુફ બનાવી દે છે ..!!!!

A child make us innocent, A woman makes us poem.
But the in-law makes us philosopher.

Friday, January 14, 2011

કિંમતી જ્ઞાન ( Valuable thing )

દુનિયાનુ સૌથી કિંમતી જ્ઞાન કોઈ પુસ્તક કે પુસ્તકાલયમાં નથી એતો દિમાગમાં છે.

The most valueable thing in the world is not in any library it is in one's mind. - The librarian

Thursday, January 13, 2011

ધ લાયબ્રેરીયન ( The librarian )

જે વાત જીવનને સુંદર અને જીવવા લાયક બનાવે છે એ વિચારોમાં ના ઉદભવે, એ તો દિલમાં અનુભવાય. -: અંઅગ્રેજી ફિલ્મ "ધ લાયબ્રેરીયન".

Things that make life beautiful and worth living they can not be thought in mind. They must be felt in heart. - movie The librarian.

Wednesday, January 5, 2011

ઘરડા ( Old )

આપણે ઘરડા થઈ ગયા એટલે રમવાનું છોડી દેતા નથી.
ઉલ્ટું, આપણે રમવાનું છોડી દઈએ એટલે આપણે ઘરડા થઈ જઈએ છીએ.
-: (બેન્જામીન ફ્રેન્કલીન)

We do not stop playing because we get old.
Instead we get old because we stop playing.
-: Benjamin Francklin

Sunday, January 2, 2011

ભૂલ ( Mistake )

જ્યાં સુધી તમે નવી નવી ભૂલો કરો ત્યાં સુધી તમે કહી શકો કે તમે પ્રગતિ કરો છો.

If you are doing new mistakes it means you are progressing.

Thursday, December 30, 2010

નશો ( Drunk )

તમે નશામાં જે બોલ્યા હો, તે બધું જ ભાનમાં હો ત્યારે કરો. એ તમને મોઢું બંધ
રાખતા શીખવશે.
(અર્નેસ્ટ હેમીંગ્વે)

Try to do that you said when you were drunk. It will teach you to keep mum.
- Ernest Hemingway

Wednesday, December 29, 2010

ન્યાય ( Judge )

બીજાઓની બાબતમાં ન્યાય તોળવાનું સહુને ગમે છે.

Everyone likes to judge others.

Tuesday, December 28, 2010

મૂંગા રહો ( Shut up )

જો તમે ઈચ્છતા હો કે લોકો તમને સાંભળે તો બોલો.
જો તમે ઈચ્છતા હો કે લોકો તમને જૂએ તો ઉભા થઈ જાઓ.
જો તમે ઈચ્છતા હો કે લોકો તમારી કદર કરે, તો મૂંગા રહો.

If you wish that people listen to you then speak.
If you wish that people see you then stand up.
If you wish that people respect you then shut up.

Thursday, December 23, 2010

ગેરહાજર ( Absent)

ગેરહાજર વ્યક્તિ હંમેશા ખોટો હોય છે

Person, who is absent is always wrong.