Thursday, December 30, 2010

નશો ( Drunk )

તમે નશામાં જે બોલ્યા હો, તે બધું જ ભાનમાં હો ત્યારે કરો. એ તમને મોઢું બંધ
રાખતા શીખવશે.
(અર્નેસ્ટ હેમીંગ્વે)

Try to do that you said when you were drunk. It will teach you to keep mum.
- Ernest Hemingway

Wednesday, December 29, 2010

ન્યાય ( Judge )

બીજાઓની બાબતમાં ન્યાય તોળવાનું સહુને ગમે છે.

Everyone likes to judge others.

Tuesday, December 28, 2010

મૂંગા રહો ( Shut up )

જો તમે ઈચ્છતા હો કે લોકો તમને સાંભળે તો બોલો.
જો તમે ઈચ્છતા હો કે લોકો તમને જૂએ તો ઉભા થઈ જાઓ.
જો તમે ઈચ્છતા હો કે લોકો તમારી કદર કરે, તો મૂંગા રહો.

If you wish that people listen to you then speak.
If you wish that people see you then stand up.
If you wish that people respect you then shut up.

Thursday, December 23, 2010

ગેરહાજર ( Absent)

ગેરહાજર વ્યક્તિ હંમેશા ખોટો હોય છે

Person, who is absent is always wrong.

Sunday, November 14, 2010

ખૂબી ( Ability )

તમારી ખૂબીઓ થી ક્દી શરમાશો નહી. અંગ્રેજી ફિલ્મ: ધ ગુડ શેફરડ

Never be ashamed of your abilities. Movie-Good Shephard.

Wednesday, November 3, 2010

સપના ( Dreams)

સપના તો તારા જેવા હોય છે। તમે તેને અડીના શકો પણ જો તમે તેને અનુસરો તો ચોક્કસ તમારા ધ્યેય સુધી પહોચાડે.

Dreams are like stars. You may never touch them but if you follow them they will lead you to your destiny.

Monday, October 4, 2010

આઈનસ્ટાઈન ( Einstein )

મને જેમણે ના પાડી એમનો હુ આભારી છુ. એટલે જ હું કામ કરી શક્યો. -: આઈનસ્ટાઈન

I am thankful to all those who said NO. Its because of them I did it myself. -: Einstein

Monday, August 16, 2010

હથોડી ( Hammer )

મુસીબતો માણસને બનવી કે ભાંગી શકે છે. હથોડી કાચ તોડે છે અને લોઢાને આકાર આપે છે.
- તમારા પર છે તમારે કાચ બનવુ કે લોઢુ.

Problems can either make you or break you. The hammer that breaks a glass can shape steel. Its up to you to be glass or steel.

Wednesday, August 11, 2010

હોઠ ( Lips )

મારા જીવનમાં બહુ તકલીફો છે. પણ મારા હોઠને એ ખબર નથી. એ હમેશાં હસતા રહે છે.

I have many problems in my life. But My lips does not know that. It always smiles.

Tuesday, August 3, 2010

આશા ( Expectation )

તમે સારા છો એટલે દુનિયા તમારી સાથે સારો વ્યવહાર કરે એવી આશા રાખવી એ તમે શાકાહારી છો એટલે સિંહ તમને નહી ખાય એવી આશા રાખવા બરાબર છે.

Expecting the world to treat you fairly because you are good person is like expecting the line not to eat you because you are vegetarian.

Friday, July 30, 2010

સફળતાનો આધાર ( Source of Success )

સફળતાનો આધાર ઝડપી નિર્ણય લેવા પર નથી પણ લીધેલા નિર્ણય પર ઝડપી અમલ પર છે.

Success does not depend on making important decisions quick,
It depends on your quick action on important decisions.

Thursday, July 29, 2010

આંખો અને જીભ ( Eyes and Tongue)

જો તમારી આંખો સારી હશે તો તમને આખી દુનિયા સારી લાગશે.
જો તમારી જીભ સારી હશે તો આખી દુનિયાને તમે સારા લાગશો.

If your eyes are positive you would like all people in world
But if your tongue is positive all people in the world will like you.

Monday, June 14, 2010

દુ:ખ કે વ્યક્તિ ( Pain or Person )

આપણા જીવનમાં દરેક વ્યક્તિ આજે કે કાલે આપણને દુ:ખ પહોચાડશે.
આપણે નક્કિ કરવુ પડશે કે કોણ વધારે મહત્વનુ છે દુ:ખ કે વ્યક્તિ ?

Everyone in our life is going to hurt us sooner or later.
We have to realize who is worth more ? The pain or the person.

Thursday, June 10, 2010

માફી ( Forgiveness )

કોઈએ પુછ્યુ. "માફી કોને કહેવાય."
એક બાળકે જવાબ આપ્યો. "પગ નીચે કચડાતા ફૂલ જે સુગંઘ આપે એને."

Someone asked. "What is forgiveness."
A boy replied. "The wonderful smell flower gives when it is crushed."

Sunday, May 30, 2010

સિકંદર ( Alexander )

સિકંદરની છેલ્લી ઈચ્છા: મને દાટો ત્યારે એના ઉપર કોઈ મકબરોના બનાવશો અને મારા હાથ બહાર રાખજો. જેથી દુનિયાને ખબર પદે કે જેણ દુનિયા જીતી એ પણ અંઅતે તો ખાલી હાથે જ ગયો.


Alexander's last wish: When you bury me do not create any monument and keep my hands outside so that the world now that who won the world had nothing in his hands when he died.

Saturday, May 29, 2010

મિત્ર ( Friend )

મિત્ર તો રાત્રીનો દીવો કહેવાય. એ તમારો રસ્તો ટૂંકો નહી કરે પણ રસ્તો દેખાડશે.

Friends are like street lamps. They don't make the distance shorter but they light up your path and make the journey easy.

સ્વામી વિવેકાનંદ ( Swami Vivekanand )

સ્વામી વિવેકાનંદના ૩ સોનેરી નિયમ:
૧. મદદ કરનાર ને કદી ભુલશો નહી.
૨. પ્રેમ કરનાર ને કદી નફરત ન કરશો.
૩. ભરોશો કરનાર નો કદી વિશ્વાસઘાત ન કરશો.

3 Golden rules from Swami Vivekanand
1. Who is helping you don't forget them.
2. Who is loving you don't hate them.
3. Who is believing you don't cheat them.

Monday, May 17, 2010

સાચું ( Truth )

સાચું બોલવાની પણ એક રીત હોય છે.
તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–: મોરારજીભાઈ દેસાઈ

There is a nice was of saying the truth.
Trush should be said in a way that it does not hurt.
-: Morarjibhai Desai

Tuesday, May 4, 2010

પ્રેમ અને નફરત ( Love and Hate )

તમે કોઈને પ્રેમ કરતા હો તો એને કહેવા કરતા અનુભવ કરાવજો.
તમે કોઈને નફરત કરતા હો તો એને અનુભવ કરાવવા કરતા કહેજો

If you love someone 'show it' as it is better than 'telling it'.
If you hate someone 'tell it' as it better than 'showing it.'

Friday, April 30, 2010

દુ:ખ અને સફળતા ( Pain and Success )

દરેક સફળ વ્યક્તિ પાછળ દુ:ખદ ઇતિહાસ હશે અને
દરેક દુ:ખદ ઈતિહાસ પાછળ એક સફળ અંત.
---- તો દુ:ખ સ્વીકારો અને સફળ થાઓ.

Every successful person has a painful story
and every painful stort has a successful ending.
---- Accept pain and get ready for success

Wednesday, April 28, 2010

કરો યા મરો ( Do or Die )

જુની કહેવત. "કરો યા મરો"
નવી કહેવત. "મરો તે પહેલા કરો"

"Do or Die" is an old saying.
Follow the new one now "Do before you Die."

વિજેતા ( Achievers )

વિજેતા કદી પોતાના નામની જાહેરાત નથી કરતા.
તેમનો વિજય તેમના નામની જાહેરાત કરે છે.

Achievers never expose themselves,
but their achievements expose them.

Tuesday, April 27, 2010

હિતેચ્છુ ( Wellwishers )

તમે સફળ થશો ત્યારે તમારા હિતેચ્છુને ખબર પડશે કે તમે કોણ છો.
તમે નિષ્ફળ થશો ત્યારે ખબર પડશે કે તમારા હિતેચ્છુ કોણ છે.

When you are successful your wellwishers know who you are.
But When you are unsuccessful you konw who your wellwishers are.

Thursday, April 1, 2010

જ્ઞાન ( Knowledge )

ઉપયોગ વગરના જ્ઞાન કરતા ક્યારેક જ વપરાતુ થોડુ ઘણુ જ્ઞાન પર સારુ છે.

A little knowledge that acts is worth infinitely more than much knowledge that is idle.

Tuesday, March 30, 2010

ના ભૂલતા ( Do not forget )

ખલિલ જિબ્રાને કહ્યું છે.
"જેની સાથે તમે મોજ માણી હોય તેને તમે કદાચ ભૂલી જાઓ,
પણ જેની સાથે તમે આંસુ સાર્યા હોય તેને હરગિજ ના ભૂલતા."

You may forget those with whom you shared good times.
But never forget who has shared your sorrows.
:- Kalil Gibran

Monday, March 29, 2010

જીવનની યાદગાર ક્ષણ ( Memorable moment )

પોતાના જીવનમાં યાદગાર ક્ષણો ઉમેરવી એ કોઇ મોટી વાત નથી.
મોટી વાત તો ત્યારે છે કે જ્યારે તમે કોઇના જીવનની યાદગાર ક્ષણમાં હોવ.

Making memorable moments for yourself is not a big thing.
But, you being the key person in others memorable moment is everlasting thing.

Monday, March 15, 2010

પ્રેમ ( Love )

પ્રેમ એ નિર્ણય નથી, લાગણી છે.
જો આપણે નક્કી કરી શકતા હોત કે
કોને પ્રેમ કરવો તો જીંદગી વધારે સરળ હોત પણ ઓછી ચમત્કારી.

Love isn't a decision, it's a feeling.
If we could decide who to love,
then life would be much simple but then less magical.

Sunday, March 14, 2010

જીંદગી ( Life )

જીંદગી એટલે તોફાન પુરુ થવાની રાહ જોવી એ નહીં પણ તોફાની વરસાદનો આનંદ લેવો તે છે.

"Life is not about waiting for the storms to pass... it's about
learning to dance in the rain!" -Vivian Greene

Saturday, March 13, 2010

મિત્ર ( Friend )

મહાન વિચારક સોક્રેટીસે પણ કહ્યું છે કે ‘મિત્ર બનાવતા પહેલા સો વખત
વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો.’

Think 100 times before making a friend.
And once you have friend do not let them go.
-: Socrates

Friday, March 12, 2010

મિત્રો ( Friends )

કલાઉટ મેમેટે કહ્યું છે કે ‘મિત્રો તરબૂચ જેવા હોય છે. કારણ શું?
કારણકે, ઉત્તમને શોધવા બધાનો સ્વાદ ચાખવો પડે છે.’

Friends are like watermelon,
you have to taste each to find the best one.
-: Clount Memat

Thursday, March 11, 2010

જીંદગી (Life)

મારી મનપસંદ કોમિક વૈતાલ(Phantom)માંથી જંગલની એક કહેવત.
કોઈને ઘુંટણીયે પડીને જીંદગી જીવવા કરતા, પગભર થઈને મરવુ વધારે સારુ છે.

Old jungle saying from my favourite comic "Phantom"
It is better to die on your feet than to live on your knees.

Wednesday, March 3, 2010

મિત્રતા ( Friendship )

સાચી મિત્રતા એ તો એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે. પછી વિરાટ વૃક્ષ થઈ જીવનભર તેની શીતળ છાંયા આપે છે.

True friendship is like a plant slowly growing to a big tree that gives shelter for rest of the life.

Tuesday, February 23, 2010

સંબંધો ( Relations )

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.

If you have to maintain a relation it is not true relation.
If the relation is true you do not require to maintain.

Saturday, February 20, 2010

સાચુ સ્વરૂપ ( Real Personality)

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો

To see a real personality of a person give him powers.

Thursday, January 28, 2010

ભૂલો ( Mistakes )

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

Do not make so many mistakes in life that your eraser is finished before your pencil.

Wednesday, January 27, 2010

અભિગમ ( Approach )

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે...

Not the behaviour but the situations changes.
Not the person but the approach changes.

Saturday, January 16, 2010

હાર-જીત (Failure or Success )

જો હારનો અનુભવ નહિ કરો તો જીતનો આનંદ નહિ આવે.

If we never experience failure we would never appreciate success.